Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Friday, August 14, 2015

દિવાસો

શહેરી વિસ્તારોમાં દિવાસો એટલે ભલે માત્ર દશામાની સ્થાપનાઓ દિવસ હોય પરંતુ ભારતીય સંસ્કૃતિના ધબકાર સમા ગ્રામિણ વિસ્તારોમાં ગામની દિકરીઓ ઢોલના તાલે ચોરા અને ચોટા ગજવે છે એટલુ જ નહી કાનુડાની જેમ જ દિવાસો રમવા માટે દિકરી સાસરેથી પિયરમાં પણ આવે છે. 
પશ્ચિમી અસર તળે લુ’ થઇ રહેલી ભારતની પ્રાચિન સંસ્કૃતિની સાચી ઓળખ અને તેની ઝલક આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોયા મળી રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ તહેવારો ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે પરંતુ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવના ગામડાંની દિકરીઓ માટે દિવાસો અને કાનુડો પ્રિય તહેવાર છે દિવાસાના દિવસે અહીંની દિકરીઓ ઢોલના તાલે રાત-દિવસ મન મુકીને નાચે છે એવુ જ નહી દિવાસાના પ્રિય ગીતો, ઢોલનો ધબકાર, તાળીઓના તડતડાટ અને પગના ધમધમાટથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે દિવાસાના દિવસે દિકરી (કુંવાસી)ઓને ઘરના તમામ આનંદ રજા મળે છે અને સાસરેથી પગ દિવાસો અને કાનુડાના દિવસે દિકરી પિયરમાં રમવા આવે છે શહેરી વિસ્તારમાં ભલે દિવાસાનો તહેવાર માત્ર દશામાની સ્થાપના પૂરતો મયૉદિત હોય અથવા તો નાચવા માટે અત્યાધુનિક સંગીતના સાધનોનો સથવારો હોય પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં બાળાઓના હૈયાનો ધબકાર તેમનો માત્ર ઢોલ જ હોય છે આમ દિવાસોએ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવ પંથકની ગ્રામિણ વિસ્તારની દિકરીઓનો ખુબજ લોકપ્રિય તહેવાર ગણાય છે.

No comments: